સુરતમાં તા. 11 સપ્ટેમ્બર અને રવિવારે રુપીન પચ્ચીગરના પુસ્તક ‘મારે સફળ થવું છે’નું વિમોચન કર્યું. જેની જિંદગી જ સફળતાના પર્યાય જેવી છે એવા ડાયમંડ ટાયકૂન ગોવિંદભાઇ ધોળકીયા, ચેમ્બરના પ્રમુખ બી.એસ.અગ્રવાલ, સાહિત્ય સંગમના નાનુભાઇ તથા જનકભાઇ, અભિયાનના તંત્રી જ્યોતિ ઉનડકટ અને અનુજ પચ્ચીગર ડાયસ પર હતા. આખો હોલ ખીચોખીચ હતો. ‘દિવ્ય ભાસ્કર’, સુરતના તંત્રી અજય નાયક, ‘સત-અસત’ નવલકથાના લેખક અને પ્રોફેસર મનીષાબેન પાનવાલા, ઉતમભાઉ ગજ્જર, પૂર્વ ઉપકુલપતિ પ્રેમ શારદા, કવિ મિત્ર મુકુલ ચોકસી સહીત અનેક લાકોની હાજરી કાબિલેદાદ.. પુસ્તક વિમાચનનો કાર્યક્રમ રવિવારે સવારે સાડા દશે હોય અને આખો હોલ ચિક્કાર હોય એવું સુરતમાં જ જોવા મળે. બોલવાની તો મજા પડી જ પણ બધાને મળીને સુરતના જૂના દિવસો વાગોળવાની પણ મજા આવી. થેંકયુ સુરત.
Related Posts
હું ક્યારેક મને જ ‘મિસ’ કરું છું : ચિંતનની પળે
હું ક્યારેક મને જ ‘મિસ’ કરું છું ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ જિંદગી હૈ કહીં યે પતા તો ચલે, હર…
ટાઇટેનિક ફરીથી દરિયામાં તરતું જોવા મળશે! દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ My column DOORBIN in Rasrang supplement of Divya Bhaskar, 11…
વધુ સારા થવાની ક્ષમતા દરેક માણસમાં હોય છે ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ સિતારા ખરે કે ખરે પાંદડાં, જરા ડાળને…