આવો, મોબાઇલથી બચવાના થોડાક
ઉપાયો અજમાવી જોઇએ…..!
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
આ મોબાઇલ એક નંબરનો ત્રાસ
છે. આપણો ટાઇમ ખાઇ જાય છે. મોબાઇલ વિશે લોકો અનેક ફરિયાદો કરે છે પણ એને જરાય દૂર
ખસવા દેતા નથી. મોબાઇલથી છૂટકારો મળવાનો નથી. હા, તેની સાથે સેઇફ ડિસ્ટન્સ ચોક્કસ
મેઇનટેન કરી શકાય.

——————————————–
લેખની શરુઆતમાં સૌથી પહેલા એક આધુનિક જોક વાંચો. અકબરે એક
દિવસ બિરબલને બોલાવીને કહ્યું, બિરબલ, જાવ અને આપણી ઓફિસમાં સૌથી વધુ કામ જે માણસ
કરતો હોય તેને શોધી લાવો. બિરબલે આખી ઓફિસમાં ચક્કર માર્યું. આખરે એક માણસને લઇ
બિરબલ અકબર પાસે પહોંચ્યા. બિરબલે કહ્યું, જહાંપનાહ, આ માણસ આપણી ઓફિસમાં સૌથી વધુ
કામ કરે છે.

અકબરે બિરબલને પૂછ્યું, તેં કેવી રીતે નક્કી કર્યું કે આ
માણસ સૌથી વધુ કામ કરે છે? બિરબલે હસીને કહ્યું કે,
જહાંપનાહ, એના મોબાઇલની બેટરી 95 ટકા ફૂલ છે!

સરકારીથી માંડી ખાનગી ઓફિસોમાં એવા દ્રશ્યો હવે સામાન્ય થઇ
ગયા છે કે કર્મચારીઓ ફોન સાથે જ ચોંટેલા હોય. ઓફિસમાં તો શું, દરેક સ્થળે માણસ
મોબાઇલ સાથે એવો વ્યસ્ત હોય છે જાણે જગતમાં બીજું કંઇ છે જ નહીં. એ પુરુષ હોય,
સ્ત્રી હોય કે બાળક હોય, બધાને મોબાઇલનું વળગણ છે. બધા લોકોમાં એટલી તો સમજ છે જ
કે આ મોબાઇલ આપણો ટાઇમ વેસ્ટ કરે છે, રુપિયાની પણ બરબાદી થાય છે અને મગજ બગડે એ
જુદું. તમારે કોઇની માનસિક હાલત જોવી હોય તો તેના હાથમાંથી એક કલાક માટે મોબાઇલ લઇ
લો, જાણે બધું જ લૂંટાઇ ગયું હોય એવી તેની હાલત થઇ જશે.

મોબાઇલના કારણે માણસો સાયકિક થતાં જાય છે. થોડીક વાર
મોબાઇલમાં કોઇ ટોન ન વાગે તો તરત જ ફોન ચેક કરવા માંડે છે કે મોબાઇલ ચાલું તો છે
ને? બેટરી તો પતી ગઇ નથી ને? કલાક એક કોઇનો મેસેજ કે ફોન ન હોય તો એવું ફિલ કરે છે જાણે
પોતે આખી દુનિયાથી કટ-ઓફ થઇ ગયા ન હોય! નોમોફોબિયાનું નામ
સાંભળ્યું છે ને? મોબાઇલ વગર માણસ ગાંડા
જેવો થઇ જાય છે. ઘણા લોકો એવી વાતો કરતા હોય છે કે, આ મોબાઇલ શાંતિ લેવા નથી દેતો, ગમે ત્યારે અને ગમે ત્યાં
હોઇએ તો પણ આપણો પીછો નથી છોડતો, શાંતિથી સૂવા પણ નથી મળતું. કોઇ માણસ એમ નહીં કહે
કે મારાથી મોબાઇલ છૂટતો નથી. આપણે ઝાડને વળગેલા રહીએ અને પછી કહીએ કે ઝાડ મને
છોડતું નથી એના જેવી જ આ વાત છે.

પહેલા એક વાત સ્વીકારી લો કે આપણને મોબાઇલ વગર ચાલવાનું
નથી. મોબાઇલ એટિકેટસ લોકોમાં કેવી અને કેટલી છે એની આપણને બધાને ખબર છે એટલે લોકો
પાસેથી બહુ અપેક્ષા રાખવા જેવું નથી. હવે જરાક જુદી રીતે જ વિચારવું પડશે કે આપણે
આ મોબાઇલના સતત સકંજામાંથી કેવી રીતે થોડો સમય મુક્ત થઇ શકીએ. પહેલા મનથી નક્કી કરો કે થોડા કલાકો મોબાઇલને દૂર રાખીશું
તો કંઇ અટકી નથી પડવાનું. મોબાઇલ ન હતા ત્યારે પણ દુનિયા ચાલતી જ હતી અને કદાચ આજ
કરતા વધુ સારી રીતે ચાલતી હતી.
મોબાઇલ કામની ચીજ છે પણ એ આપણું કામ ન બગાડે એનું ધ્યાન રાખવાનું છે.

ઓફિસમાં કે ઘરે કોઇપણ કામ તરતી વખતે નક્કી કરો કે અમુક સમય
ફોનને અડવાનો નથી. ફોનની રિંગ સીવાય બીજી એપ્સના ટોન સાયલન્ટ રાખો. કામ પતે ત્યારે
અથવા તો અમુક ચોક્કસ સમય પછી જ મોબાઇલ હાથમાં લો. આ ઉપરાંત જો શક્ય હોય તો કામ
કરતી વખતે મોબાઇલને નજર સામે ન રાખો. સાઇડમાં મૂકી દો અથવા તો કાગળ કે અખબારની
નીચે રાખી દો. કોઇનો ફોન આવે તો જ ફોન ઉપાડવાનો. કોલર એટલે કે ફોન કરનાર કરતાં કામ
વધુ મહત્વનું હોય તો ફોન ન ઉપાડો. ઇનસ્ટ્નટ મેસેજથી જવાબ આપી દો કે ફ્રી થઇને ફોન
કરીશ. જે લોકોનું કામ ક્રિએટિવ છે તેણે તો ફોન વિચારોને ખલેલ ન પહોંચાડે તેની ખાસ
તકેદારી રાખવી. રાતે કે બપોરે સૂતી વખતે મોબાઇલને સાયલન્ટ મોડ પર રાખો. ફોન કરતા
ઉંઘ વધુ મહત્વની છે. જમતી વખતે ફોન દૂર રાખો. માત્ર પેટ ભરવા માટે ન જમો. ફૂડને
એન્જોય કરો. આપણને ઘણી વખતે એ પણ ખબર નથી
હોતી કે આપણે ખાઇએ છીએ શું?

ઓફિસમાં તમને કોઇ મળવા કે કંઇ પૂછવા આવે ત્યારે ફોન બાજુ પર
મૂકી, તેની આંખ સાથે આંખ મીલાવીને વાત કરો. આપણે શું કરીએ છીએ? જે સામે નથી હોતા તેની સાથે ફોન પર ચેટ કરતાં હોઇએ છીએ અને
જે સામે હોચ છે તેને ઇગ્નોર કરતાં હોઇએ છીએ. વર્ચ્યુલ કરતાં વાસ્તવિકને વધુ મહત્વ
આપો. અને હા, તમારી પ્રિય વ્યક્તિ સાથે ડેટ પર કે ફેમીલી સાથે ફરવા જાવ ત્યારે
ફોનને દૂર રાખો. તમારા પોતાનો લોકોનું સાંનિધ્ય માણો. સેલ્ફી લો પણ તરત જ ફેસબુક
પર અપલોડ કરવાનો મોહ ન રાખો. સમય મળે ત્યારે ક્યાં નથી કરાતું? તમે ફેસબુક પર કે બીજા કોઇ સોશિયલ મીડિયા પર ફોટા કે સ્ટેટસ
અપલોડ કરો પછી અમુક સમય તેનાથી દૂર રહો. થાય છે એવું ને કે ફોટો કે સ્ટેટસ અપલોડ
કર્યા પછી આપણને વારેવારે એ જોવાની લાલચ થાય છે કે કેટલી લાઇક મળી? કોણે શું કમેન્ટ કરી? એટલે આપણે વારંવાર ફેસબુક સાથે ચોંટેલા રહીએ છીએ.

હવે તો મોબાઇલ તમારો કેટલો સમય ખાય જાય છે તેની જાણકારી
આપતી અને આપણને મોબાઇલના અતિરેક સામે એલર્ટ કરતી એપ પણ અવેલેબલ છે. એ પણ ટ્રાય
કરવા જેવી છે. એક ફોરેસ્ટ નામની એપ છે, તમે અડધો કલાક ફોનને ન અડો એટલે એક ઝાડ
બને. તમે મોબાઇલને ટચ ન કરો ત્યાં સુધી એ ઝાડ વધતું જ જાય. ચેક એટલું કરવાનું કે
આપણું ઝાડ ઉગ્યું કે સૂકુંનું સૂકું જ રહી ગયું? બીજી એક એપ છે, ચેકી. એ તમે કેટલી વખત ફોનને હાથમાં લીધો,
ફોન પાછળ તમે કેટલો સમય આપ્યો તેનો હિસાબ આપે છે. પ્રોડક્ટિવિટી, ફ્રિડમ અને બીજી એપ્સ પણ તમારા
ફોનના યુસેઝની ડિટેઇલ આપે છે. અલબત, છેલ્લે તો તમે પોતે સ્વેચ્છાએ કેટલું અપનાવો
છો તેના ઉપર જ બધો મદાર છે.

મોબાઇલ ફોન ઉપયોગી છે. આજના સમયમાં તેના વગર ચાલવાનું નથી.
યાદ એટલું રાખવાનું કે ફોન આપણા માટે છે, આપણે ફોન માટે નથી. બાય ધ વે, આ લેખમાં
જે ઉપાયો બતાવ્યા છે એ મેં અજમાવી જોયા છે. મને આ ઉપાયો ફળ્યા છે. જેવા મને ફળ્યા
એવા સૌને ફળજો. તમેય ટ્રાય કરજો.

(“દિવ્ય ભાસ્કર’, “રસરંગ’ પૂર્તિ, તા. 20 માર્ચ, 2016, રવિવાર, “દૂરબીન’ કોલમ)
email : kkantu@gmail.com