ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
જિંદગી સાવ સરળ
નથી જ રહેવાની
થાય છે આશ્ચર્ય એવું જોઇને કોઇની મહેનત ફળે છે કોઇને
કોઇના દિન જાય છે મીઠી નીંદમાં કોઇની રાતો વીતે છે રોઇને.
– શયદા
માર્ક ટ્વેઇન અને વિલિયમ ડીન હોવેલ્સ એક પ્રાર્થનાસભા પતાવીને બહાર નિકળ્યા. જોયું તો બહાર ધોધમાર વરસાદ વરસતો હતો. હોવેલ્સે અમસ્તા જ માર્ક ટ્વેઇનને પૂછયું, શું લાગે છે, વરસાદ બંધ થશે? આજ સુધી તો કાયમ એવું જ બન્યું છે! માર્ક ટ્વેઇને હસીને જવાબ આપ્યો. માર્ક ટ્વેઇનની વાતમાં જીવનનો મર્મ મળે છે. કશું જ પરમેનન્ટ નથી અને બધું જ સતત બદલતું રહેવાનું છે. સુખ અને દુ:ખનું પણ એવું જ છે. કોઇ વરસાદ કાયમ વરસતો નથી. એક સમયે તો વરસાદને અટકવાનું જ છે. ખરા બપોરે ગમે તેટલો તાપ હોય તો પણ સાંજે ટાઢક થવાની જ છે. સવાલ એટલો જ હોય છે કે માણસ સમયને બદલવાની રાહ જુએ.
એક ગામમાં પૂર આવ્યું. આખા ગામમાં પાણી ભરાઇ ગયાં. એક ભાઇ પાણીથી બચવા પોતાના પરિવારને લઇ અગાશીએ ચાલ્યા ગયા. પાણીની સપાટી જોઇને ડરી ગયેલા બાળકે પિતાને પૂછ્યું, પપ્પા હવે શું થશે? પિતાએ દીકરાને બાજુમાં લીધો. દીકરાના વિખરાયેલા વાળ પર હાથ પસવારીને બહુ જ સલુકાઇથી કહ્યું, બેટા હવે પાણી ઓસરશે. આવું બધું થોડો સમય જ હોય છે. આવે છે અને ચાલ્યું જાય છે. જિંદગીમાં બધું જ સેટ થયેલું લાગે અને ગાડી અચાનક સ્લિપ થઇને રસ્તાની બાજુમાં ઉતરી જાય છે. ગાડી સરળતાથી ચાલતી હોય ત્યારે માણસને બધું ઇઝી લાગે છે. ગાડી સાઇડમાં ઉતરી જાય પછી પાછી રસ્તા પર લાવવામાં મહેનત કરવી પડે છે. આપણને બધાને કોઇ ને કોઇ વાહન ચલાવવાનો અનુભવ છે. આપણને બધાને ખબર છે કે એક ને એક સ્પીડ કયારેય મેન્ટેન થતી નથી. કયારેક વાહન ધીમું તો કયારેક સ્પીડમાં ચલાવીએ છીએ. ખાડા આવે તો બ્રેક મારવાની અને સપાટ રસ્તો આવે તો સ્પીડ વધારવાની. જિંદગીમાં માણસ કેમ આ વાત સમજતો નથી? જિંદગીની રફતાર પણ હંમેશાં એકસરખી રહેવાની નથી. અમેરિકાથી હમણાં એક મિત્ર આવ્યા. અમેરિકામાં મંદીનો માહોલ છે. ઘણા લોકોએ નોકરી ગુમાવી છે. ધંધા સાવ મંદા થઇ ગયા છે. મિત્રે કહ્યું કે, લોકો રડે છે. બધી જ ગણતરીઓ ઊધી પડી ગઇ. તેણે કહ્યું કે ગણતરીઓ એટલા માટે ઊધી પડી ગઇ કારણ કે તમારી ગણતરી જ ખોટી હતી. તકલીફ કયારેક આવવાની જ છે એવી ગણતરી કયારેય તમે કરી જ નહોતી. એ મિત્રે કહ્યું કે ઇન્ડિયન્સને કંઇ વાંધો નથી આવવાનો. બધા એક જ વાત કરે છે કે, આપણે બચત શા માટે કરી છે ? આવા સમયમાં કામ લાગે એટલા માટે જ સ્તો! થોડીક બચત વાપરીશું. સારો સમય આવશે એટલે પાછા કમાશું અને પાછી થોડીક બચત કરીશું. મિત્રે કહ્યું કે, ધોળિયાવ અપસેટ થઇ ગયા છે. એ લોકો ડિસ્ર્ટબ છે, કારણ કે તેમણે કયારેય વિચાર જ નહોતો કર્યોકે ખરાબ દિવસો આવશે. ઇન્ડિયનો ડાહ્યા સાબિત થયા છે. ડહાપણ એટલે શું? ડહાપણ એટલે એવી સમજ કે એકસરખી સ્થિતિ કયારેય રહેવાની નથી. સુખ હોય તો પણ અને દુ:ખ હોય તો પણ, સફળતા હોય તો પણ અને નિષ્ફળતાં હોય તો પણ. માણસ દરેક સ્થિતિમાં કેટલો સ્વસ્થ રહે છે, કેટલો ટકી જાય છે તેના પર જ તેની સમજદારીનું માપ નીકળે છે. એક પાર્ટી ચાલતી હતી. બધા જ લોકો ખાવા-પીવા અને નાચ-ગાનમાં મસ્ત હતા. જેના ઘરે પાર્ટી હતી એ યુવતી પણ બધા સાથે મોજ-મસ્તી કરતી હતી. પાર્ટીમાં આવેલી બીજી યુવતી તેની પાસે ગઇ. તેણે પૂછ્યું, હમણાં પાર્ટી પૂરી થઇ જશે. બધા લોકો ચાલ્યા જશે. તું એકલી થઇ જઇશ. તને એવું નથી થતું કે પાર્ટી પૂરી થશે પછી અવ્યવસ્થિત થઇ ગયેલું આખું ઘર તારે પાછું વ્યવસ્થિત કરવું પડશે, કામમાં તારો દમ નીકળી જશે. યુવતીએ હસીને કહ્યું કે, માય ડીયર ફ્રેન્ડ મને બધી જ ખબર છે. અત્યારે એન્જોય કર. મને એ પણ ખબર છે કે આ સમય પણ ચાલ્યો જવાનો છે પણ અત્યારનો સમય એન્જોય કરવાનો છે. કામ કરવાનું આવશે ત્યારે કરી લઇશ. મારો અત્યારનો સમય એ ચિંતામાં શા માટે વેડફું? અને કામ કરવાનું આવશે ત્યારે પણ હું એવું જ વિચારીશ કે બધા લોકોએ કેટલી સરસ રીતે એન્જોય કર્યું! દરેક સ્થિતિમાં ખુશ રહી શકાય. નિર્ણય કરો, હું દરેક સ્થિતિમાં ખુશ રહીશ, હું દરેક સંજોગોમાં સ્વસ્થ રહીશ. મારે રોદણાં રડવાં નથી. મારે બિચ્ચારા થવું નથી. સુખ કાયમી નથી તો દુ:ખ પણ કયાં પરમેનન્ટ છે? સૂરજ ઉગવાની સાથે જ અંધારું અલોપ થઇ જાય છે. અંધારાથી ડરવાનું કોઇ કારણ નથી, સવાર પડવાની જ છે. દરેક હાલતમાં હું મજામાં રહીશ એવું નક્કી કરો, કોઇ હાલત તમને હેરાન નહીં કરી શકે.‘ છેલ્લો સીન આપણે કયારેય એટલા સુખી નથી હોતા અને કયારેય એટલા દુ:ખી નથી હોતા, જેટલા આપણે સમજતાં હોઇએ છીએ. – લા રોશ ફૂંકો
Conveyes very positive message. Thanks for sharing.
મને બહુ જ ગમતો વિષય. અને મારા જિવન મંત્રનો પાયો ..
વર્તમાનમાં જીવો.
પરિવર્તન અંગે મેં દસેક જેટલા લેખ લખ્યા છે. કદાચ તમને વાંચવા ગમશે –
http://gadyasoor.wordpress.com/article-_series/
સરસ વાત, કદાચ આને જ કહેતા હશે જીવન જીવવાની જડીબુટ્ટી…
થોડીક સરળ વાતો પણ મર્મજ્ઞ હોઇ શકે છે….
સમયની સાથે જીવવું એટલે ખરાબ સમયમાં અને સારા સમયમાં પોતાની સ્થિતિને, પોતાની હાલતને માપીને ચાલવું…
તૈયારી હોય તો ગમે તેવા રસ્તા પર પણ માણસ સરળતાથી ચાલી શકે…
bahuj sundar lekh ane chhelo cene darvakhat ni jem.yugrishi shri ramsharma mujab pani no ardho pyalo khli chhe tevu jova karata ardho bharelo chhe tevo drastikon ashavadi banave chhe.temnu kehavu hatu ke (1) manushya paristhitiyo no das nathi te teno nirmat ,niyatnrankarata ane swami chhe.(2)parishthiti mujab manshthiti banavava thi anand male chhe.
ddpurohit
KK Sir,
"Life is a pleasant institution, Let us take it as it comes!!"
Very true.. Ek sarkha divas sukh na koi na jata nathi…..
A couple of days ago I was in Delhi and was with Mr Pankaj Joshi, Ex Municipal Commissioner of Surat. He had been to brazil recently and was admiring all about it. He mentioned that we Indians live in futuristic terms… past is our concern and Tomorrow is our worry….PRESENT is Lost in the mean time….some one said.. Samanya bani mauj ma rahi shkay, Asamnya banva mate sangarsh na path vethwa pade…
Thank you for keeping me close to your heart.
All the best…
Very inspiring article. hope to read like this always.
dr kamaldutt vaidya.