તારે મને કોઇ વાતમાં ના કહેવાની જ નહીં!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ,
પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા, મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.
-મરીઝ
જિંદગી આપણે લીધેલા નિર્ણયો ઉપરથી આકાર પામતી હોય છે. ક્યારે હા પાડવી અને
ક્યારે ના પાડવી એ નક્કી કરવું સહેલું હોતું નથી. હા પાડતા પહેલા સો વાર
વિચાર કરવો પડે છે. ના પાડતા પહેલા હજાર વખત વિચારવું પડે છે. હા પાડી
દેવામાં હજુયે વાંધો નથી આવતો. ના પાડવાની આવે ત્યારે કઇ રીતે ના પાડવી એ
નક્કી કરવું પડે છે. નફ્ફટ થઇને ના પાડી શકાતી નથી. ના પાડતી વખતે ખરાબ
લાગી ન જાય એની પણ તકેદારી રાખવી પડતી હોય છે! ઘણા લોકો ના પાડી શકતા નથી.
ના ન પાડવાનો બોજ પછી એ આખી જિંદગી વેંઢારતા રહે છે. હું કયા મોઢે ના
પાડું? એણે મારું એટલું બધું ધ્યાન રાખ્યું છે કે હું એને ના ન જ પાડી
શકું. આપણે એવું પણ કહેતા હોઇએ છીએ કે મારે આવું કરવું ન હતું, પણ હું ના ન
પાડી શક્યો. ઘણા લોકો એવો અફસોસ પણ કરતા હોય છે કે જો મેં પહેલેથી ના પાડી
દીધી હોત ને તો આ નોબત ન આવત!
તમને ના પાડતાં આવડે છે? હા કે ના પાડતી વખતે તમે તમારા દિલની વાત
સાંભળો છો કે પછી સામે કોણ છે એના વિશે વિચારો છો? પોતાની વ્યક્તિને ના
પાડવાનું કામ અઘરું હોય છે. તેને ના પાડતાં પહેલાં ભૂમિકા બાંધવી પડે છે.
દલીલો કરવી પડે છે. સંબંધોનું જોખમ પણ ઊભું થાય છે. હું એને ના પાડીશ તો
અમારા સંબંધો પૂરા થઇ જશે. શરમના કારણે આપણે ઘણી વખત ના નથી પાડતા અને
છેલ્લે શરમથી માથું ઝૂકી જાય એ નોબત પણ આવતી હોય છે. બહુ ઓછા લોકો સ્પષ્ટ
રીતે હા કે ચોખ્ખી ભાષામાં ના પાડી શકતા હોય છે. આવું કરવા માટે માણસ
પોતાની સાથે સ્પષ્ટ હોવો જોઇએ. હું આ કરીશ અથવા તો હું આ નહીં કરું એ એક
વખત નક્કી કર્યા પછી તેને પકડી રાખવાની હિંમત અને આવડત બધામાં નથી હોતી.
માણસ અવઢવમાં જ અટવાયેલો રહે છે. હા પાડું કે ના? ટુ બી ઓર નોટ ટુ બી?
આગળ વધવું કે અટકી જવું? જિંદગીના બધા સવાલોના જવાબ માત્ર ‘હા’ કે ‘ના’માં
નથી હોતા. એની પાછળ લાંબો જવાબ હોય છે. હા પાડીએ તો શું થશે અને ના
પાડવાનું પરિણામ કેવું આવશે? પ્લસ-માયનસ પોઇન્ટસ વિચારીને આપણે એક નિર્ણય
પર આવી જઇએ છીએ. જેને જવાબ આપવાનો હોય એ સમજાવે, પટાવે, દલીલો આપે, દબાણ
કરે કે આજીજી કરે ત્યારે આપણે ફરીથી આપણા નિર્ણય પર વિચાર કરવા માટે મજબૂર
થઇએ છીએ.
ના પાડતા આવડવું જોઇએ. એનાથી પણ મોટી વાત એ હોય છે કે જ્યારે કોઇ
આપણને ના પાડે ત્યારે એને પચાવતાં આવડવું જોઇએ. એનાથી ના જ કેમ પડાય? એની
ના પાડવાની હિંમત જ કેવી રીતે થઇ શકે? ના પાડતા પહેલાં એને કંઇ વિચાર ન
આવ્યો? માણસ જોઇ લેવા સુધી પહોંચી જાય છે. કોઇના પર જબરજસ્તી કરવાથી કંઇ
મળતું નથી. આપણી શરમના કારણે કોઇ પણ હા પાડી દે તો પણ એમાં ભલીવાર હોતી
નથી. આપણે જ ઘણીવખત એવું કહેતા હોઇએ છીએ કે આવી રીતે કરવા કરતાં તો તેં ના
પાડી દીધી હોત તો સારું થાત!
હા કે ના પાડવામાં ઉતાવળ ન કરવી. એકવખત નક્કી કરી લીધા પછી બહુ ચિંતા ન
કરવી. ના સ્વીકારવાની પણ તૈયારી રાખવી. કોઇની ના પણ સમજવી જોઇએ. હા જ હોય
કે ના ન જ પડાય તેવો પણ આગ્રહ ન રાખવો. જિંદગી ક્યારેય ફક્ત હા ઉપર કે
માત્ર ના ઉપર નથી નભતી. એક કપલની વાત છે. પ્રેમીએ પ્રેમિકાને કહ્યું કે તું
એક વખત હા પાડી દે પછી તને હું કોઇ વાતની ક્યારેય ના નહીં પાડું.
પ્રેમિકાએ કહ્યું કે ના એવું ન હોય. જ્યારે ના પાડવા જેવું હોય ત્યારે ના
પણ પાડવી જઇએ. દરેક વખતે હા કહેવામાં જ પ્રેમ હોય એવું જરૂરી નથી. ના પાડવા
પાછળ પણ લાગણી હોય છે. આપણે સારું ઇચ્છતા હોઇએ ત્યારે પણ ના પાડતા જ હોઇએ
છીએ. ના કદાચ હા કરતા વધુ મહત્ત્વની હોય છે. પ્રેમ, લાગણી અને સંબંધમાં,
તારે મને ક્યારેય કોઇ વાતમાં ના કહેવાની જ નહીં એવી શરત ન હોવી જોઇએ.
આપણે જેને ના પાડી હોય અને એ વ્યક્તિ ખોટી સાબિત થાય ત્યારે પણ
સમજદારીની જરૂર પડે છે. હું તને ના કહેતો હતો તો પણ તેં કર્યું. હવે ભોગવ.
આમેય તું કોઇ વાત માનવામાં ક્યાં ક્યારેય સમજે છે? તને કોઇની હા કે નાથી
ક્યાં ફર્ક પડે છે? આપણે ટોણા મારીએ છીએ. કેટલા લોકો એવું કહેતા હોય છે કે,
હશે જે થવાનું હતું એ થઇ ગયું. ડોન્ટ વરી. હું તારી સાથે છું. આપણે સાથે
મળીને રસ્તો કાઢીશું. આપણે એવું નથી કહેતા, હું સાચો હતો એ સાબિત કરવામાં જ
મથ્યા રહીએ છીએ. આપણી વ્યક્તિને એવા સમયે એની જીદના અહેસાસ કરતાં આપણા
આપણે શું બોલીશું એની ચિંતા વધુ હોય છે. એને એ જ વાતની ફિકર હોય છે કે હવે એ
આ વાત છોડશે જ નહીં અને વારંવાર મને સંભળાવ્યે રાખશે.
ઘણી વખત હા કે ના સાંભળીને આપણે ઉતાવળે રીએક્ટ પણ કરી દઇએ છીએ. એક
દંપતીની આ વાત છે. પત્નીએ કહ્યું કે, આ સન્ડેના આપણે મારા પિયર જવું છે.
પતિએ કહ્યું કે, ના આ સન્ડેના નથી જવું. પતિ વાત પૂરી કરે એ પહેલાં તો
પત્ની છંછેડાઇ ગઇ. તમે દર વખતે મને ના જ પાડો છો. મારો કંઇ વિચાર જ આવતો
નથી. તમારા મા-બાપની વાત હોય તો કેવું તરત જ બધું થઇ જાય છે. મારા
મા-બાપનું કંઇ નહીં? તમે કહો એટલે મારે જવાનું અને તમે ના પાડો એટલે બેસી
જવાનું! પત્ની બોલવાનું બંધ જ કરતી ન હતી. છેલ્લે પતિએ કહ્યું કે, હવે મારી
વાત સાંભળીશ? મેં તને જવાની ના એટલા માટે પાડી કે આ સન્ડેના મેં એ લોકોને
આપણે ત્યાં બોલાવ્યા છે. ઓફિસેથી આવતી વખતે જ મેં વાત કરી કે તમે ઘણા સમયથી
આવ્યા નથી તો આ સન્ડેના આવો. પત્ની પાસે પછી બોલવા જેવું કંઇ જ ન હતું.
વાત સંબંધની હોય કે સફળતાની, હા અથવા તો ના એ ભવિષ્યનો નિર્ધાર કરે
છે. ઓફિસમાં પણ કેટલા લોકો ખોટી વાત હોય ત્યારે ના કહી શકતા હોય છે. ના
પાડવામાં ના કેવી રીતે પાડવી એ આવડવું પણ જરૂરી હોય છે. સારી રીતે ના પાડી
શકાય છે. આપણે સારી રીતે ના પાડી હોય અને એ સારી રીતે જ લેવામાં આવે એવું
જરૂરી નથી. આવા સમયે પણ આપણે એવું જ વિચારવું રહે છે કે મને જે લાગ્યું એ
મેં કહ્યું, હવે એને જે રીતે લેવું હોય એ રીતે ભલે લે. કોઇ બાબતે હા કે ના
પાડતા પહેલા તમારી જાતને એટલું જ પૂછો કે તમે એ રાજીખુશીથી કહો છો? તમને એ
ગમશે કે નહીં ગમે? હા કે નાનો જવાબ અઘરો લાગતો હોય ત્યારે દિલની વાત
સાંભળો. દિલ ક્યારેય ખોટું બોલતું નથી. પરિણામ જે આવે એનો સ્વીકાર કરો, બને
તો તમારી વાત સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરો. આપણા સુખનો ઘણો મોટો આધાર આપણી હા
અથવા તો ના ઉપર અવલંબે છે. હા પાડીને દુ:ખી કે ડિસ્ટર્બ થવાના બદલે ના
પાડીને સુખી કે રિલેક્સ થવું બહેતર હોય છે!
છેલ્લો સીન:
‘ના’ દરેક વખતે નેગેટિવ જ હોય એવું જરૂરી નથી.- અજ્ઞાત
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 28 ઓકટોબર 2015, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
Email : kkantu@gmail.com